મિત્રો, આપણે મ્યુચ્યુઅલ ફંડ્સ પ્રકારો ( Types Of Mutual Funds ) ની ચર્ચા કરી રહ્યા છીએ તેમાનો આ ચોથો આર્ટીકલ છે. આ આર્ટીકલમાં આપણે ઈક્વીટી મ્યુચ્યુઅલ ફંડ્સ ( Equity Mutual Funds ) ના એક નવો પ્રકાર અને આપણા આર્ટીકનો ત્રીજો પ્રકાર એટલે કે મલ્ટી કેપ મ્યુચ્યુઅલ ફંડ્સ ( Multi Cap Mutual Funds ) ની વિગતવાર માહિતી મેળવીશુ. આગળના આર્ટીકલમાં આપણે ઈકવીટી મ્યુચ્યુઅલ ફંડ્સ ( Equity Mutual Funds ) ના પ્રથમ લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડ્સ ( Large Cap Mutual Funds ) બીજો મીડ કેપ મ્યુચ્યુઅલ ફંડ્સ ( Mid Cap Mutual Funds ) અને ત્રીજો સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડ્સ ( Small Cap Mutual Funds ) ની માહિતી મેળવી ચુક્યા છીએ.
Table of Contents
મલ્ટી કેપ મ્યુચ્યુઅલ ફંડ | Multi Cap Mutual Fund |
મલ્ટી કેપ મ્યુચ્યુઅલ ફંડ્સ ( Multi Cap Mutual Funds ) પર રોકાણની વ્યુહરચનાને અનુસરવા માટે કોઈ પ્રતિબંધ નથી જે રોકાણની વ્યુહરચના ચોક્કસ બજારમાં મુડીરોકાણ સુધી મર્યાદિત છે.
આ ફંડ બજાર મૂડીકરણને ધ્યાનમાં લીધા વિના કોઈ પણ કંપનીના શેરમાં રોકાણ કરે છે. આમ તે જુદી જુદી માર્કેટ કેપ ધરાવતી કંપનીમાં રોકાણ કરી તેના રોકાણના પોર્ટફોલિયોમાં વિવિધતા લાવે છે. કોઈ પણ શેર તેમના રોકાણ પોર્ટફોલિયોનો એક ભાગ બની શકે છે. આ પરિબળ તેને વૈવિધ્યસભર ભંડોળ બનાવે છે. જેના દ્વારા તે લાર્જ કેપ ફંડ્સ ( Large Cap Funds ) માં રોકાણ કરી રોકાણકારોના રોકાણમાં સ્થિરતા લાવે છે અને સ્મોલ-કેપ ફંડ્સ ( Small Cap Funds ) માં રોકાણ દ્વારા ચોક્કસ પ્રમાણમાં અસ્થિરતા પણ ધરાવે છે. જો તે લાર્જ કેપ ( Large Cap ) કંપની અથવા સ્મોલ કેપ ( Small Cap ) કંપનીમાં રોકાણ કરતી હોય તો જોખમ ઓછુ રહે છે.
આ સ્વતંત્રતા તેમને બજારની માંગ મુજબ તેમના રોકાણના પોર્ટફોલિયોમાં જરૂરી ફેરફારો કરવાની મંજૂરી આપે છે. તેમના માટે એક જ નિયમ છે કે તેમણે પોતાની એસેટ્સના ઓછામાં ઓછા ૬૫ ટકા હિસ્સાનું રોકાણ ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત સાધનોમાં કરવું પડશે.
મલ્ટી કેપ મ્યુચ્યુઅલ ફંડ્સ | Multi Cap Mutual Funds | માં કોણે રોકાણ કરવું જોઈએ ?
મિત્રો, મલ્ટી કેપ મ્યુચ્યુઅલ ફંડ્સ ( Multi Cap Mutual Funds ) માં રોકાણ કરવાની જો આપ વિચારતા હોવ તો તેની પહેલા તેને અસર કરતા પરિબળોને સમજી લેવા ખુબ જ જરુરી છે. જો આપ આ પરિબળોને સારી રીતે સમજ્યા હસો તો આપ આપના રોકાણ પર સારુ વળતર મેળવી શકશો…મલ્ટી કેપ ફંડ ( Multi Cap Fund ) નીચે દર્શાવેલા રોકાણકારોને અનુકૂળ આવી શકે છે.
તે એવા રોકાણકારો માટે સૌથી યોગ્ય છે કે જેમને વિશિષ્ટ ભંડોળમાં વિશ્લેષણ અને રોકાણ કરવાની પ્રેરણાનો અભાવ છે.
મલ્ટી કેપ મ્યુચ્યુઅલ ફંડ્સ ( Multi Cap Mutual Funds ) મધ્યમ જોખમ લેવા ઈચ્છતા રોકાણકારો માટે એક સારો વિકલ્પ પુરો પાડે છે. કેમ કે આમા આવેલ ફંડ જુદા જુદા જોખમ વાળી સિક્યુરીટીમાં ઈન્વેસ્ટ કરવામાં આવે છે.
તે એવા રોકાણકારો માટે ઉપયોગી થઈ શકે છે કે જેઓ તેમના પોર્ટફોલિયોમાં વિવિધતા લાવવાની રાહ જોઈ રહ્યા છે. કારણ કે તેઓ વિવિધ માર્કેટ કેપ્સ અને સેક્ટર્સ ધરાવતી કંપનીઓમાં રોકાણ કરે છે. જેથી રોકાણકારને સમગ્ર બજારમાં તકોનો લાભ લેવા મળે છે.
મલ્ટી કેપ મ્યુચ્યુઅલ ફંડ્સ | Multi Cap Mutual Funds | માં રોકાણ કરતી વખતે ધ્યાનમાં લેવાનાં પરિબળો
જોખમ । Risk
આર્થિક ચક્રના કારણે મલ્ટી કેપ મ્યુચ્યુઅલ ફંડ્સ ( Multi Cap Mutual Funds ) માં રોકાણ કરવાથી સમયાંતરે જોખમો સામે આવી શકે છે. તદુપરાંત, આ ભંડોળ માત્ર મોટા, નાના અથવા મિડ-કેપ મ્યુચ્યુઅલ ફંડ્સ ( Mid Cap Mutual Funds ) માં રોકાણ ધરાવતા નથી. આ ફંડ તે બધાનું સંયોજન છે. જેથી તેને બજારના તમામ પ્રકારના ફેરફારો અસર કરી શકે છે.
રોકાણનો હેતુ । Investment Goal
મલ્ટી કેપ મ્યુચ્યુઅલ ફંડ્સ ( Multi Cap Mutual Funds ) માં રોકાણ કરતા પહેલા તમારે તમારા રોકાણના ઉદ્દેશો નક્કી કરવા પડશે, જો હેતુ સ્પષ્ટ હશે તોજ તેમાંથી મહતમ વળતર મેળવી શકશો.. કેમ કે તમારા રોકાણનો મહત્તમ લાભ લેવા માટે તમારે ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી રોકાણ કરવું જોઈએ.
મલ્ટી કેપ મ્યુચ્યુઅલ ફંડ્સ | Multi Cap Mutual Funds | માં રોકાણ કરવાના મુખ્ય ફાયદા ( Advantage )
રોકાણમાં વિવિધતા | Portfolio Diversification
મલ્ટી કેપ ઈક્વીટી ફંડ્સ ( Multi Cap Mutual Funds ) વિવિધ ક્ષેત્રોમાં મોટી, નાની અને મધ્યમ કંપનીઓમાં રોકાણ કરે છે. પોર્ટફોલિયોનું આ વૈવિધ્યકરણ રોકાણકારો માટે સંબંધિત જોખમને ઘટાડે છે.
તરલતા । Liquidity
રોકાણકારો પોતાની જરૂરિયાત મુજબ મલ્ટી કેપ મ્યુચ્યુઅલ ફંડ્સ ( Multi Cap Mutual Funds ) ના યુનિટનું વેચાણ કરી શકે છે. તે સરળ અને ઝડપી છે. આ રકમ વેચાણ કર્યાના દિવસે જ રોકાણકારના લિંક્ડ બેંક ખાતામાં જમા થઈ જશે.
ખરીદીના વિકલ્પો । Buying Options
મલ્ટી કેપ મ્યુચ્યુઅલ ફંડ્સ ( Multi Cap Mutual Funds ) માટે લમ્પ-સમ અને એસ.આઈ.પી. ( SIP ) એમ બંને રોકાણ કરવાનાં વિકલ્પો ઉપલબ્ધ છે. રોકાણકારો તેમના માટે અનુકૂળ હોય તે રીતે એકમો ખરીદી શકે છે.
મહત્તમ વળતર । Optimum Return
ફંડ મેનેજર્સ એસેટ એલોકેશનની લવચિકતાને કારણે મહત્તમ વળતર મેળવવા અને જોખમો ઘટાડવા માટે ચોક્કસ મલ્ટી કેપ મ્યુચ્યુઅલ ફંડ્સ ( Multi Cap Mutual Funds ) પોર્ટફોલિયોને સતત અપડેટ કરી શકે છે. આમ કરી તે મહતમ વળતર આપી શકે છે.
મલ્ટી કેપ મ્યુચ્યુઅલ ફંડ્સ ( Multi Cap Mutual Funds ) માં રોકાણ કરવાના જોખમો ( Risks )
શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા મલ્ટી કેપ મ્યુચ્યુઅલ ફંડ્સ ( Multi Cap Mutual Funds ) ની શોધ દરમિયાન ખાતરી કરો કે આવા ફંડ્સમાં મધ્યમ જોખમ-વળતર પ્રોફાઇલ હોય તેવા મ્યુચ્યુઅલ ફંડ્સ ( Mutual Funds ) માં રોકાણ કરો જો તે કરવામાં આપ સક્ષમ નહી હો તો રોકાણ પર જોખમ વધી શકે છે.
મલ્ટી કેપ મ્યુચ્યુઅલ ફંડ્સ ( Multi Cap Mutual Funds ) ની રિસ્ક-રિટર્ન પ્રોફાઇલ સાધારણ હોવાનું મનાય છે. જ્યારે બજારો વધી રહ્યા છે. ત્યારે તેઓ લાર્જ-કેપ અને મિડ-કેપ ફંડ્સને પાછળ છોડી શકે છે. માર્કેટ રેલી દરમિયાન તેઓ સ્મોલ-કેપ કંપનીઓ પાસેથી સારો ફાયદો પણ પાછો ખેંચી લે છે.
લાંબા ગાળે તેઓ મિડ-કેપ ફંડ્સ કરતા ઓછા અસ્થિર હોય છે, પરંતુ લાર્જ-કેપ ફંડ્સ કરતા જોખમી હોય છે.