ઈક્વીટી મ્યુચ્યુઅલ ફંડ્સ ( Equity Mutual Funds ) ને ૧૩ ( તેર ) અલગ-અલગ કેટેગરીમાં વહેંચવામાં આવેલ છે. જે મુખ્યત્વે મોટી કંપનીના સ્ટોક્સમાં રોકાણ કરે છે. તથા અમુક મ્યુચ્યુઅલ ફંડ્સ મોટા, મધ્યમ અને નાની કંપનીના માર્કેટ-કેપ શેરોમાં યોજનાના આધારે રોકાણ કરે છે.
ઈક્વીટી મ્યુચ્યુઅલ ફંડ્સ ( Equity Mutual Funds ) સેક્ટર/થીમ અને રોકાણની વ્યૂહરચનાના આધારે વધુ વિસ્તૃત કરી શકાય છે. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ ( Equity Mutual Funds ) તેમની એસેટ્સનો ઓછામાં ઓછો 65 ટકા હિસ્સો ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત સાધનોમાં રોકાણ કરે છે. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ ( Equity Mutual Funds ) કંપનીઓની વૃદ્ધિની સંભાવનાને ધ્યાન્માં રાખીને મૂડીરોકાણ કરીને ઉંચા વળતરનું લક્ષ્ય રાખે છે.
બજારની સ્થિતિને કારણે રોકાણના મૂલ્યમાં વધઘટ થઈ શકે છે. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ ( Equity Mutual Funds ) ક્ષેત્ર-વિશિષ્ટ, વૈવિધ્યસભર અથવા વિષયગત હોઈ શકે છે. જે રોકાણકારોની જોખમ લેવાની ક્ષમતા અને રોકાણના લક્ષ્યોના આધારે વિવિધ વિકલ્પો પૂરા પાડે છે. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ ( Equity Mutual Funds ) અંતર્ગત નીચે મુજબના પ્રકાર પાડી શકાય છે.
આજે આપણે ઈક્વીટી મ્યુચ્યુઅલ ફંડના પ્રકારોમાં બે પ્રકારોની ચર્ચા કરીશુ…. જેમા એક લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડ ( Large Cap Mutual Funds ) અને બીજો પ્રકાર છે મીડ કેપ મ્યુચ્યુઅલ ફંડ ( ( Mid Cap Mutual Funds )
Table of Contents
ઈક્વીટી મ્યુચ્યુઅલ ફંડ્સ | Equity Mutual Funds |
લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડ્સ ( Large Cap Mutual Funds )
મ્યુચ્યુઅલ ફંડનું નામ સૂચવે છે તેમ, લાર્જ કેપ ફંડ્સ ( Large Cap Mutual Funds ) માર્કેટ કેપિટલાઇઝેશન અનુસાર ટોચની 100 કંપનીઓ મોટી લિસ્ટેડ કંપનીઓમાં રોકાણ કરે છે. આ કંપનીઓ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીસ ( Reliance Idusstries ), ટી.સી.એસ. (Tata Consultancy Services – TCS ), એચડીએફસી બેંન્ક ( HDFC Bank ), ઇન્ફોસીસ ( Infosys ), ભારતી એરટેલ ( Bharti Airtel ), વગેરે જેવા પોતપોતાના ઉદ્યોગોમાં માર્કેટ લીડર છે.
લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડ્સ ( Large Cap Mutual Funds ) પોતાની એસેટ્સનો ઓછામાં ઓછો 80 ટકા હિસ્સો લાર્જ કેપ કંપનીઓના ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત સાધનોમાં રોકાણ કરવું પડે છે. તેઓ કયા મોટા સ્ટોકમાં કેટલું રોકાણ કરવા માગે છે તે ફંડની સ્ટ્રેટેજીથી નક્કી થાય છે. મોટી કંપનીઓમાં તેમના મોટા એક્સપોઝરને કારણે, લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડ્સ ( Large Cap Mutual Funds ) ને ઓછા જોખમી અને વધુ સ્થિર માનવામાં આવે છે.
કેટલાક લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડ્સ ( Large Cap Mutual Funds ) નીચે મુજબ છે. જેનું ૧ મહિના, ૩ મહિના ૬ મહિના, ૧૨ મહિના, ૩ વર્ષ કે લોંગ ટાઈમ સુધીનું રીટર્ન આપ ગુગલ અથવા આપના ડીમેટ એકાન્ટમાંથી તમે જોઈ શકો છો અને ક્યાં ફંડ્સમાં ઈન્વેસ્ટ કરવું તે નિર્ણય લઈ શકો છો
જે.એમ. લાર્જ કેપ ફંડ ( JM Large Cap Fund ) |
ICICI પ્રુડેંશીયલ બ્લુચીપ ફંડ ( ICICI Prudential Bluechip Fund ) |
બરોડા BNP પરીબાસ લાર્જ કેપ ફંડ ( Baroda BNP Paribas Large Cap Fund ) |
નિપ્પોન ઈન્ડીયા લાર્જ કેપ ફંડ ( Nippon India Large Cap Fund ) |
IDBI ઈન્ડીયા ટોપ ૧૦૦ ઈક્વીટી ફંડ ( IDBI India Top 100 Equity Fund ) |
કોટક ઈક્વીટી ઓપોર્ચુનીટી ફંડ ( Kotak Equity Opportunities Fund ) |
મીડ કેપ મ્યુચ્યુઅલ ફંડ ( Mid Cap Mutual Fund )
આ મ્યુચુઅલ ફંડ્સ ( Mutula Funds ) માર્કેટ કેપિટલાઇઝેશન પ્રમાણે ૧૦૧થી ૨૫૦ વચ્ચે ટોચની કંપનીઓના શેર ખરીદે છે. મિડ કેપ ( Mid Cap ) કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. ૫,૦૦૦ કરોડથી રૂ. ૨૦,૦૦૦ કરોડ વચ્ચે છે. આ કંપનીઓમાં વૃદ્ધિની સંભાવના વધારે છે.
હાલ આમાંની કેટલીક કંપનીઓ હિટાચી એનર્જી ઇન્ડિયા, બેન્ક ઓફ મહારાષ્ટ્ર, સુઝિયન એનર્જી, બ્લુ સ્ટાર વગેરે છે. મિડ કેપ ફંડ્સે પોતાની એસેટ્સનો ઓછામાં ઓછો 65 ટકા હિસ્સો મિડ કેપ કંપનીઓના ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત સાધનોમાં રોકાણ કરવું પડે છે. મિડ કેપ મ્યુચ્યુઅલ ફંડ્સને ( Mid Cap Mutual Funds ) લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડ્સ ( Large Cap Mutual Funds ) કરતા વધુ જોખમી માનવામાં આવે છે, પરંતુ લાર્જ કેપ ફંડ્સ કરતા વધુ વળતર મળવાની સંભાવના છે.
એક્સીસ મીડ કેપ ફંડ ( Axis Midcap Fund ) |
ઈન્વેસ્કો ઈન્ડીયા મીડ કેપ ફંડ ( Invesco India Midcap Fund ) |
ટાટા મીડ કેપ ગ્રોથ ફંડ ( Tata Midcap Growth Fund ) |
મોતીલાલ ઓસવાલ મીડ કેપ ફંડ ( Motilal Oswal Midcap Fund ) |
મહિંન્દ્રા મનુલાઈફ મીડ કેપ ફંડ ( Mahindra Manulife Mid Cap Fund ) |
વાઈટઓક કેપીટલ મીડ કેપ ફંડ ( WhiteOak Capital Mid Cap Fund ) |
સુંદરમ મીડ કેપ ફંડ ( Sundaram Mid Cap Fund ) |
Good Information About Mutual Funds