મિત્રો, આપણે મ્યુચ્યુઅલ ફંડ્સના પ્રકારો ( Types Of Mutual Funds ) માં ઈક્વીટી મ્યુચ્યુઅલ ફંડ્સ ( Equity Mutual Funds ) અંતર્ગત આગળના આર્ટીકલમાં લાર્જે કેપ મ્યુચ્યુઅલ ફંડ્સ ( Large Cap Mutual Funds ) અને મીડ કેપ મ્યુચ્યુઅલ ફંડ્સ ( Mid Cap Mutual Funds ) ની વિગતવાર માહિતી મેળવી હતી હવે, તેની પછીના ઈક્વીટી મ્યુચ્યુઅલ ફંડ્સને સમજીએ…
Table of Contents
સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડ ( Small Cap Mutual Fund )
નાની કંપનીઓના શેરો એ સ્મોલ કેપ ફંડ્સ ( Small Cap Mutual Fund ) ની મુખ્ય અંતર્ગત સંપત્તિ છે. સ્મોલ કેપ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. ૫,૦૦૦ કરોડથી ઓછું છે. તેમની પાસે ઉચ્ચ વૃદ્ધિ ( High Groth ) ની સંભાવના છે પરંતુ તેમની સાથે ઘણું જોખમ પણ રહેલુ છે.
સેબીનું કહેવું છે કે માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ ૨૫૧ થી આગળ રેન્કવાળી તમામ કંપનીઓ ડિફોલ્ટ રૂપે સ્મોલ કેપ કંપનીઓનો ભાગ બની રહી છે. જેકે લક્ષ્મી સિમેન્ટ, લક્સ ઇન્ડસ્ટ્રીઝ, એડલવીસ, બિરલા કોર્પ વગેરે. સ્મોલ કેપ ફંડ્સે પોતાની એસેટ્સનો ઓછામાં ઓછો 65 ટકા હિસ્સો સ્મોલ કેપ કંપનીઓની ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત સાધનોમાં રોકાણ કરવું પડશે. સ્મોલ કેપ ફંડ્સ શાનદાર રિટર્ન આપી શકે છે પરંતુ સાથે સાથે વોલેટિલિટીની અને જોખમની શક્યતા પણ ઘણી વધારે છે.
કેટલાક સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડ્સ ( Large Cap Mutual Funds ) નીચે મુજબ છે. જેનું ૧ મહિના, ૩ મહિના ૬ મહિના, ૧૨ મહિના, ૩ વર્ષ કે લોંગ ટાઈમ સુધીનું રીટર્ન આપ ગુગલ અથવા આપના ડીમેટ એકાન્ટમાંથી તમે જોઈ શકો છો અને ક્યાં ફંડ્સમાં ઈન્વેસ્ટ કરવું તે નિર્ણય લઈ શકો છો
ક્વાંટ સ્મોલ કેપ ફંડ । Quant Small Cap Fund |
નિપ્પોન ઈન્ડીયા સ્મોલ કેપ ફંડ । Nippon India Small Cap Fund |
બેંક ઓફ ઈન્ડીયા સ્મોલ કેપ ફંડ । Bank Of India Small Cap Fund |
એક્સીસ સ્મોલ કેપ ફંડ । Axis Small Cap Fund |
આઈ.ડી.બી.આઈ. । IDBI Small Cap Fund |
બંધન સ્મોલ કેપ ફંડ । Bandhan Small Cap Fund |
સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડમાં કોણે રોકાણ કરવું જોઈએ?
શ્રેષ્ઠ સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડ્સ શોધ કરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખો.
રોકાણને ડાયવર્સિફાઈ કરવા માટે
તે એવા રોકાણકારો માટે યોગ્ય છે કે જેઓનું પહેલાથી જ બજારમાં રોકાણ છે અને તેમના રોકાણોને વિવિધતા લાવવાની વધુ રીતો શોધી રહ્યા છે. સ્મોલ કેપ ફંડ્સ ( Small Cap Fund ) પ્રકૃતિમાં જોખમી હોય છે. તે જોતાં તે સુનિશ્ચિત કરે છે કે તમારા રોકાણો રોકાણના અન્ય વિવિધ સ્વરૂપોમાં ફેલાયેલા છે. એકલા સ્મોલ કેપ ફંડ્સ ( Small Cap Fund ) માં નહીં
જોખમ ઉઠાવવાની ક્ષમતા
આ રોકાણો મિડ અથવા લાર્જ-કેપ ફંડ્સ ( Mid OR Large Cap Funds ) કરતા વધુ જોખમી છે. કારણ કે તેઓ નાના કંપનીના શેરોમાં રોકાણ કરે છે. એવી કંપનીઓ કે જેમની વૃદ્ધિ બાકી છે. તેથી, તે એવા રોકાણકારોને અનુકૂળ આવી શકે છે જેઓ જોખમ લેવા તૈયાર હોય
લોંગ ટર્મ રોકાણકારો
સ્મોલ કેપ ફંડ્સ ( Small Cap Funds ) માં ટૂંકા ગાળામાં અચાનક વધઘટ જોવા મળી શકે છે. પરંતુ તેઓ લાંબા ગાળે સારૂ વળતર આપવા માટે જાણીતા છે. આનાથી તેઓ સૌથી યોગ્ય રોકાણ બની શકે છે. જે લાંબા ગાળા ના રોકાણ માટે આ ફંડમા રોકાણ કરી શકાય.
સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડ્સ ( Small Cap Mutual Funds ) માં રોકાણ કરતા પહેલા ધ્યાનમાં લેવાનાં પરિબળો
મિત્રો, સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરવાની જો આપ વિચારતા હોવ તો તેની પહેલા તેને અસર કરતા પરિબળોને સમજી લેવા ખુબ જ જરુરી છે. જો આપ આ પરિબળોને સારી રીતે સમજ્યા હસો તો આપ આપના રોકાણ પર સારુ વળતર મેળવી શકશો…
જોખમ
મિડ અથવા લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડ્સની તુલનામાં સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડ્સ ખુબ જ અસ્થિર હોય છે. તદુઉપરાંત, સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડ્સની નેટ એસેટ વેલ્યુ વ્યાપક રેન્જ પર વધઘટ થાય છે. તેથી NAV સુ છે ? અને તે વળતર પર કેવી રીતે અસર કરે છે. તે જાણતા હશો તો ચોક્ક્સથી જોખમાં ઘટાડો કરી શકો છો.
રોકાણકારની કુશળતા
સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડ્સ ( Small Cap Mutual Funds ) સારી વ્યૂહરચના અને નિરીક્ષણના સંયોજન જો આપ કરી શકો તો ઉચ્ચ વળતર આપી શકે છે. પરંતુ, આ ભંડોળ ખુબ જ અસ્થિર હોવાનું મનાય છે. તેથી, સારી મ્યુચ્યુઅલ ફંડ રોકાણ કુશળતા ધરાવતા રોકાણકારોને જ આ ફંડ્સમાં રોકાણ કરવાની સલાહ આપવામાં આવે છે.
રોકાણનો સમયગાળો
આ પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ્સ લાંબા રોકાણ સમયની ક્ષિતિજ ધરાવતા રોકાણકારો માટે સૌથી યોગ્ય છે. તે મોટા ભાગે ટૂંકા રોકાણના કાર્યકાળવાળા રોકાણકારો માટે યોગ્ય નથી.