Top 10 Share Market Website

Best Share Market Website for Beginners

Share Market Website

જો તમે ભારતીય શેરબજારમાં ટ્રેડ અથવા રોકાણ કરો છો અથવા તેના વિશે વિચારી રહ્યા છો તો આ આર્ટીકલ તમારા માટે છે. કેમ કે અહીં આપણે ૧૦ Share Market ની વેબસાઈટની જાણકારી મેળવવાના છીએ. જે આપને શેરબજારમાં નફાકારક બનાવવામાં ખુબ મદદરૂપ થશે. તો ચાલો શરૂ કરીએ.

Trendlyne.com-Share Market

પ્રથમ વેબસાઈટ છે Trendlyne.com જો તમે આ વેબસાઈટનાં Superstars ટેબ પર જશો તો અહીં તમે જાણશો કે બધા પ્રખ્યાત અને મોટા રોકાણકારો કયાં શેરમાં રોકાણ / ખરીદી કરી રહ્યા છે. તે બાબતની જાણકારી મળશે.

ઉપરાંત તે કયાં શેરમાં વેચાણ કરે છે. તે બધી માહિતી આપને આ વેબસાઈટ ઉપર મળી રહેશે.

આ વેબસાઈટમાં કોઈપણ રોકાણકારના નામ પર ક્લીક કરશો તો તેમણે નાણાકીય વર્ષનાં છેલ્લા કવાર્ટરમાં કયાં કયાં શેર ખરીદ્યા છે અને કયાં શેર વેચ્યા છે. ઉપરાંત કઈ કંપનીમાં તેમનું મુખ્ય રોકાણ છે. તે બાબતની માહિતી પણ આપને અહિંથી મળી રહેશે.

આ વેબસાઈટમાં આપને મોટા રોકાણકારો દ્વારા રોકાણ કરાયેલા શેર પૈકી કોઈપણ શેર પર ક્લીક કરશો તો તે શેરનું ફંડામેંટલ કેવું છે ? કંપની પ્રમોટરનું રોકાણ કેટલુ છે ? તેની પણ ટુંકમાં માહિતી મેળવી શકશો.

આ ઉપરાંત Trendlyne.com નાં Screeners ટેબમાં આપ Shareholding Stock Screeners પર ક્લીક કરશો તો ત્યા આપને FII એ તેમનું હોલ્ડીંગ કયાં શેરમાં વધાર્યુ છે કયાં શેરમાં ઘટાડ્યુ છે વગેરે બાબતની માહિતી મળી રહેશે.

Bloombergquint.com

આ એક ન્યુઝ વેબસાઈટ છે. સવારે માર્કેટ ખુલ્યા પહેલા આ સાઈટનાં Markets ટેબમાં જશો તો ચાલુ માર્કેટમાં આજે કઈ બાબતનું ધ્યાન રાખવું તેની જાણકારી મેળવી શકશો.

આ ઉપરાંત તેના Live ટેબ પર જશો તો Bloombergquint.com ની Live ચેનલ પર જોઈ શકશો અહી આપને લોકલ અને ઈન્ટર નેશનલ બંન્ને પ્રકારના ન્યુઝ જોઈ શકશો.

આ વેબસાઈટ પર આપ અંગ્રેજી ઉપરાંત હિંદી ભાષામાં પણ માહિતી મેળવી શકશો. આ વેબસાઈટનું પેઈડ વર્ઝન પણ છે.

Pulse.Zerodha.Com-Share Market

આ એક શેર બજારને લગતા ન્યુઝ એકત્રીકરણકર્તા વેબસાઈટ છે. આ વેબસાઈટ ભારતના ટોપ ન્યુઝ સ્ત્રોત છે ત્યાં જો કોઈ શેર બજારને લગતા ન્યુઝ આવે તો તેને આ સાઈટ પર આપ જોઈ શકો છો.

આ ઉપરાંત તેના પર અલગ-અલગ ટેબ આપેલા છે. તે ટેબ પર જશો તો તેને લગતા છેલ્લા ૨૪ કલાકમાં આવેલા ન્યુઝ અહી આપને મળી રહેશે. આ સાઈટ પર આપને માત્ર હેડલાઈન જ નહી વિગતવાર ન્યુઝ પણ મળી રહેશે.

Pulse.Zerodha.Com ના સર્ચ બારમાં જઈ કોઈ પણ શેરને સર્ચ કરશો તો તેના વિશેના તમામ ન્યુઝ પણ મળી રહેશે.

Linkedin.Com/Company/Bloombergquint-

Bloomberg વેબસાઈટનું એક પેજ છે. અહીં આપ પેઈડ આર્ટીકલ્સ ફ્રીમાં મેળવી શકો છો. આપણે આગળ Bloomberg ની વાત કરી તેમાં પેઈડ આર્ટીકલ્સની વાત પણ કરી હતી તે પેઈડ

આર્ટીકલ્સ પૈકી અહી આ પેજ પર આપ ઘણા બધા આર્ટીકલ્સ ફ્રીમાં પણ વાંચી શકો છો.

Tradingqna.com-Share Market

ભારતની શેરબજારની સૌથી એક્ટીવ કમ્યુનિટી અહીં આપને મળી રહેશે. આપ આ વેબસાઈટ પર જઈ કોઈ પણ શેરબજારને લગતો પ્રશ્ન અહીં પુછી શકો છો અને જવાબ મેળવી શકો છો.

આ ઉપરાંત Tradingqna.com ઉપર અગાઉ પુછાઈ ગયેલા પ્રશ્નો અને તેના જવાબો પણ આપ જાણી શકો છો. આ વેબસાઈટના સર્ચ બોક્સમાં જઈ આપ શેરબજારને લગતો કોઈપણ સવાલ અહીં પુછી અને તેનો જવાબ મેળવી શકો છો.

Morningstar.in-Share Market

આ વેબ સાઈટ ફંડામેંડલ રિસર્ચ કરનારા શેર બજાર સાથે જોડાયેલા લોકો માટે છે. તે ફંડામેંટલ જાણવા માંગતા લોકોને ખુબ મદદરૂપ થાય છે. આપ અહીં સર્ચ ઓપ્સનમાં જઈ કોઈપણ સ્ટોક કે મ્યુચ્યુઅલ ફંડનું નામ સર્ચ કરી તે બાબતની તમામ માહિતી અહિંથી મેળવી શકો છો.

Zerodha.com/Varsity-Share Market

આ એક ફ્રી શેર માર્કેટ એજ્યુકેશનલ વેબ સાઈટ છે. આ સાઈટ પર શેર માર્કેટ ફ્રી માં શીખી શકો છો જેમ કે… ફંડામેંટલ એનાલીસીસ, ટેકનીકલ એનાલીસીસ, ડેરીવેટીવ્સ ( કોલ, પુટ ) વગેરે બાબતે જ્ઞાન મેળવી શકો છો.

આ ઉપરાંત આ વેબ સાઈટ પર આપ ડેરીવેટીવ્સ માર્કેટની અલગ-અલગ સ્ટ્રેટેજીસ પણ અહિંથી શીખી શકો છો. જો આપ શેર માર્કેટની શરૂઆત કરવા જઈ રહ્યા છો તો આ વેબ સાઈટ આપને મદદરૂપ થશે.

Tradingview.com/Chart-Share Market

આ Tradingview ની લીંક પર આપને ફ્રી ટેકનીકલ એનાલીસીસ ચાર્ટ મળી રહેશે. અહીં આપ જો પેપર ( વચ્યુઅલ ) ટ્રેડીંગ કરવા માગતા હોવ તો પણ આ સાઈટ પર કરી શકો છો.

આ સાઈટ પર પેપર ( વચ્યુઅલ ) ટ્રેડીંગ કરવા માટે રૂ. ૧ લાખ સુધી વચ્યુઅલ કેપીટલ આપવામાં આવે છે.

Sentinet.Zerodha.com-Share Market

આ વેબ સાઈટ આપને ફ્રી માં પ્રાઈઝ એલર્ટ લગાવવાની સવલત આપે છે. આ વેબ સાઈટ પર આપ કોઈપણ સ્ટોક્સ, ઈન્ડેક્સ, ફ્યુચર કે ઓપશન માટે પ્રાઈઝ એલર્ટ લગાવી શકો છો.

જો આપ કોઈ કારણોસર સ્કીન સામે હાજર રહી શકો તેમ ના હોવ ત્યારે પ્રાઈઝ એલર્ટ આપને પ્રાઈઝ ટ્રેક કરવામાં મદદરૂપ થઈ શકે છે. પ્રાઈઝ એલર્ટ મુજબ પ્રાઈઝ આવશે ત્યારે તે આપને એલર્ટ કરે છે.

Tradingview.com/Screener

આ ભારતીય શેર બજારનું એક એડવાન્સ સ્ક્રીનર છે. જો આપ ઈન્ટ્રાડે ટ્રેડીંગ કરતા હશો તો આપ જાણતા હશો કે તેમાં ઝડપનું શું મહત્વ હોય છે. આપને જલદી થી શોધવું પડે છે કે કયો સ્ટોક આપની સ્ટ્રેટેજી મુજબ ટ્રેડ થઈ રહ્યો છે. તે જાણવા માટે આ વેબ સાઈટનું આ સ્ક્રીનર આપને મદદ કરશે. અહીં આપને સ્ટોકને ટ્રેક કરવા માટે ઘણા બધા એડવાન્સ ફીચર મળી રહે છે.

અન્ય મહત્વપુર્ણ માહિતી મેળવો અહિ ક્લીક કરો.

Leave a Comment