Tolins Tyres Ltd IPO । ટોલીંસ ટાયર્સ લીમીટેડ આઈપીઓ

Tolins Tyres Ltd IPO : દોસ્તો, આજ કાલ IPO નો વરસાદ થઈ રહ્યો છે ત્યારે ટાયર બનાવતી આ કંપની રૂ. ૨૩૦ કરોડનો IPO લઈ ને આવી રહી છે. IPO માં એપ્લાય કરતા પેલા Tolins Tyres Ltd વિશે જાણી લઈએ. વર્ષ 2003 માં સ્થપાયેલી Tolins Tyres Ltd । ટોલીંસ ટાયર્સ લીમીટેડ ભારત સ્થિત અગ્રણી ટાયર મેન્યુફેક્ચરિંગ કંપની છે. તે ટાયર રિટ્રેડિંગ સોલ્યુશન્સમાં નિષ્ણાત છે અને મધ્ય પુર્વ, પુર્વ આફ્રિકા, જોર્ડન, કેન્યા અને ઇજિપ્ત સહિત 40 થી વધુ દેશોમાં તેના ઉત્પાદનોની નિકાસ કરે છે. ટોલીંસ ટાયર્સ બે પ્રાથમિક વર્ટિકલ્સમાંથી પસાર થાય છેઃ

Tolins Tyres Ltd IPO

( ૧ ) Tyre Manufacturing ટાયર મેન્યુફેક્ચરિંગ

( ૨ ) Tread Rubber Manufacturing ટ્રેડ રબરનું ઉત્પાદન.

31 માર્ચ, 2024 ના રોજ કંપનીના વૈવિધ્યસભર પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં હળવા વ્યવસાયિક વાહનના ટાયર, ઓફ-રોડ / કૃષિ ટાયર, ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર ટાયર, ટાયર ટ્યુબ્સ, ટાયર ફ્લેપ્સ, પ્રીક્યુર્ડ ટ્રેડ રબર, પરંપરાગત ટ્રેડ રબર, બોન્ડિંગ ગમ, વલ્કેનાઇઝિંગ સોલ્યુશન્સ, રોપ રબરનો સમાવેશ થાય છે. આ ઉત્પાદનોનું ઉત્પાદન ત્રણ સુવિધાઓમાં કરવામાં આવે છે. જે માંથી બે મટ્ટુર, કાલાડી, કેરળમાં અને એક અલ હમરા ઔદ્યોગિક ઝોન, રાસ અલ ખૈમાહ, યુએઈમાં સ્થિત છે.

Tolins Tyres । ટોલીંસ ટાયર્સ ભારત ભરમાં 8 ડેપો અને 3,737 ડીલર્સ સાથે વિશાળ વિતરણ નેટવર્ક ધરાવે છે. કંપની ટાયર કેટેગરીમાં 163 એસકેયુ અને ટ્રેડ રબર કેટેગરીમાં 1,003 એસકેયુ ઓફર કરે છે. જે તમામને ISO 9001:2015 અને IATF 16949:2016 જેવા ક્વોલિટી સર્ટિફિકેશન મળેલ છે.

કંપનીના ક્લાયન્ટમાં મરાંગોની જીઆરપી, કેરળ એગ્રો મશીનરી કોર્પોરેશન લીમીટેડ (કેએમસીઓ), રેડલેન્ડ્સ મોટર્સ અને ટાયર ગૃપનો સમાવેશ થાય છે. 55 કર્મચારીઓની સેલ્સ અને માર્કેટિંગ ટીમ સાથે, Tolins Tyres । ટોલીંસ ટાયર્સે 31 માર્ચ, 2024 સુધીમાં 163 નવી ડિઝાઇન અને ઉત્પાદનો વિકસાવી છે.

Tolins Tyres Ltd IPO । ટોલીંસ ટાયર્સ લીમીટેડ આઈપીઓ

Industry Outlook । ઉદ્યોગ આઉટલુક :

( ૧ ) ભારતનું ટાયર માર્કેટ 2023 માં 196.3 મિલિયન યુનિટથી વધીને 2032 સુધીમાં 253.9 મિલિયન યુનિટ્સ થવાનો અંદાજ છે. જેમાં 3 % ના CAGR – Compounding Annual Growth Rate થી આગળ વધી રહી છે.

( ૨ ) ઓટોમોબાઇલનું વધતું ઉત્પાદન અને આવકનું વધતું સ્તર ટાયર માર્કેટ માટે ચાવીરૂપ પરિબળો છે. જે 2032 સુધીમાં 253.9 મિલિયન યુનિટ્સ સુધી પહોંચવાનો અંદાજ છે.

Tolins Tyres Ltd IPO । ટોલીંસ ટાયર્સ લીમીટેડ આઈપીઓ

IPO Objectives । આઈપીઓના હેતુઓ :

Tolins Tyres Ltd  । ટોલીંસ ટાયર્સ લીમીટેડ ઇશ્યુ માંથી પ્રાપ્ત આવકને નીચેના હેતુઓ / ધ્યેયો સિધ્ધ કરવા માટે ફાળવવાનુ આયોજન ધરાવે છે.

( ૧ ) કંપની દ્વારા લેવાયેલી કેટલીક બાકી લોન (જો કોઈ હોય તો, ફોરક્લોઝર ચાર્જિસ સહિત) ની પુનઃચુકવણી / પુર્વ ચુકવણી કરવામાં વાપરશે.

( ૨ ) કંપનીની લાંબા ગાળાની કાર્યકારી મૂડીની જરૂરિયાતોમાં વધારો કરશે.

( ૩ ) Tolins Tyres Ltd ટોલીંસ ટાયર્સ લીમીટેડની સંપુર્ણ માલિકીની પેટાકંપની, Tolins Rubber Private Limited ટોલીંસ રબર્સ પ્રાઇવેટ લીમીટેડમાં રોકાણ, તેના ટુંકા ગાળાના અને લાંબા ગાળાના ઋણ ચુકવવા અને તેની કાર્યકારી મુડીની જરૂરિયાતોમાં પુરી કરશે.

( ૪ ) General Corporate Purposes । સામાન્ય કોર્પોરેટ હેતુઓ.

Tolins Tyres Ltd । ટોલીંસ ટાયર્સ લીમીટેડ જેવો જ ધંધો ધરાવતી કંપનીઓ । Peer companies ।  

Tolins Tyres Ltd । ટોલીંસ ટાયર્સ લીમીટેડ જેવો જ બિઝનેશ ( ધંધો ) ભારતમાં ધરાવતી તેના સાથીદારો તરીકે કંપનીઓ નીચે મુજબ છે.

( ૧ ) Indag Rubber Limited ઇન્ડાગ રબર લીમીટેડ

( ૨ ) Vamshi Rubber Limited વામશી રબર લીમીટેડ

( ૩ ) TVS shrichakra Limited ટી.વી.એસ. શ્રીચક્ર લીમીટેડ

( ૪ ) GRP Limited જી.આર.પી. લીમીટેડ

( ૫ ) Elge Rubber Company Limited એલ્ગી રબર કંપની લીમીટેડ

Tolins Tyres Ltd IPO । આઈપીઓ માં એપ્લાય કરતા પહેલા આ જાણી લો.

Strengths । શક્તિઓ :

( ૧ ) ટાયર અને રબર કેટેગરીમાં 1,166 એસકેયુ સાથે વૈવિધ્યસભર પ્રોડક્ટ રેન્જ ધરાવે છે.

( ૨ ) ISO 9001:2015 અને IATF 16949:2016 પ્રમાણપત્રો સાથે મજબુત ગુણવત્તાની ખાતરી આપે છે.

( ૩ ) રાષ્ટ્રવ્યાપી 3,737 ડીલર્સ અને 8 ડેપો સાથે વિસ્તૃત ડીલર નેટવર્ક ધરાવે છે.

( ૪ ) ઇન-હાઉસ આર એન્ડ ડી સેન્ટર, નાણાકીય વર્ષ 2024 માં 163 નવી ડિઝાઇનનો વિકાસ કરી રહી છે.

( ૫ ) કંપની ભારત અને યુએઈમાં ત્રણ સુવિધાઓ સાથે સંકલિત ઉત્પાદન કરી રહી છે.

( ૬ ) મુખ્ય ઓઈએમ અને વૈશ્વિક ગ્રાહકો સાથે લાંબા સમયથી સંબંધો ધરાવે છે.

Risks । જોખમો :

( ૧ ) 261 સપ્લાયર્સ પર કંપની નિર્ભર છે. જેમાંથી ટોચના 10 નું યોગદાન 98 % છે.

( ૨ ) કાચા માલના અસ્થિર ભાવો નફાના માર્જિન અને ખર્ચને અસર કરે છે.

( ૩ ) મેન્યુફેક્ચરિંગ સુવિધાઓ નીચા ઉપયોગ દરે કાર્યરત છે. જે 50 % નીચે છે.

( ૪ ) ઓઈએમ (OEM) વેચાણ પર રિલાયન્સ, કુલ આવકમાં 5.06% યોગદાન આપે છે.

( ૫ ) 2024 માં 311 દાવાઓ સાથે ઉત્પાદન જવાબદારીનું કંપની પર જોખમ રહેલુ છે.

( ૬ ) ₹115.80 મિલિયનના નાણાકીય ખર્ચ સાથે ઊંચી કાર્યકારી મુડીની જરૂરિયાતો છે.

Tolins Tyres Ltd IPO । ફાળવણી અને લિસ્ટિંગના સંબંધમાં મહત્વની તારીખો

IPO શરૂ તારીખ Strats૯ સ્પ્ટેમ્બર, ૨૦૨૪
IPO બંધ થવાની તારીખ End૧૧ સ્પ્ટેમ્બર, ૨૦૨૪
IPO ની ફાળવણી Allotment૧૨ સ્પ્ટેમ્બર, ૨૦૨૪
IPO ની નોંધણી તારીખ Open૧૬ સ્પ્ટેમ્બર, ૨૦૨૪
રિફંડની તારીખ Refund –
ડિમેટમા શેરની ક્રેડિટ Share Credit in Demat –

Investors Types । રોકાણકારોના પ્રકારો :

ParticularRetailHNI
Bid Price બીડની કિંમત રૂ. 215 – 226રૂ. 215 – 226
Lot Size લોટની સાઈઝ66 શેર66 શેર
Discount ડીસ્કાઉંટ00
Issue Size ઈસ્યુ સાઈઝ230 કરોડ230 કરોડ
Offer Type ઓફરનો પ્રકારIPO / MainboardIPO / Mainboard
IPO Type આઈપીઓ નો પ્રકાર Book Building  બુક બિડીંગBook Building  બુક બિડીંગ
Minimum Investment ઓછામાં ઓછુ રોકાણ રૂ. 14,190/-રૂ. 1,98,660/- (14 લોટ)
Maximum Investment વધુમાં વધુ રોકાણરૂ. 1,93,908/-  (13 લોટ)રૂ. 4,92,228/-  (33 લોટ)

અન્ય IPO વિશે જાણવા નીચેની લીંક પર ક્લીક કરો :

Kross Ltd IPOClick Here । અહિ ક્લીક કરો.
Shree Tirupati Balajee Agro Trading Company Ltd IPOClick Here । અહિ ક્લીક કરો.
Bajaj housing Finance IPOClick Here । અહિ ક્લીક કરો.

Leave a Comment