Mutual Funds। મ્યુચ્યુઅલ ફંડ્સ સહિ હૈ…..???
મિત્રો, આપણે આ આર્ટીકલ સાથે એક નવી સિરીઝ લઈને આવી રહ્યા છીએ જેનો વિષય છે. Types of Mutual Funds । મ્યુચ્યુઅલ ફંડ્સનાં પ્રકારો જે આપને શેર માર્કેટેને ગુજરાતી ભાષામાં સમજવામાં મદદરૂપ થશે. મિત્રો, આ બ્લોગ પર તમને શેર માર્કેટના અલગ-અલગ વિષયોનુ એજ્યુકેશન આપવામાં આવશે…..
તો ચાલોલ મિત્રો તૈયાર થઈ જાઓ આપણા પ્રથમ આર્ટીકલ Types Mutual Funds । મ્યુચ્યુઅલ ફંડ્સના પ્રકારોને સમજવા માટે મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો ( ઇન્વેસ્ટર્સ ) ભારતમાં ઝડપથી વધી રહ્યા છે. એસોશિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઓફ ઇન્ડિયા ( Association Of Mutual Funds Of India – AMFI ) અનુસાર ૯૧.૪ ટકા રિટેલ રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરે છે. રિટેલ રોકાણકારો એવા છે કે જેમનુ રોકાણ રૂ.૨ લાખથી ઓછુ છે.
આ સ્થિતિમાં Types Of Mutual Funds । મ્યુચ્યુઅલ ફંડ્સના પ્રકારો ।ને સમજવા રોકાણકારોને તેમના પોર્ટફોલિયોમાં વિવિધતા લાવવા અને જોખમ ઘટાડવા માટે ખુબ મહત્વપૂર્ણ બની ગયા છે. પરંતુ પહેલા મ્યુચ્યુઅલ ફંડ્સ ( Mutual Funds ) શું છે? તેની ચર્ચા કરીએ. મ્યુચ્યુઅલ ફંડ્સ ( Mutual Funds ) ની રચના ત્યારે થાય છે જ્યારે એસેટ મેનેજમેન્ટ કંપની ( Asset Management companies – AMCs ) શેરો, ડિબેન્ચર્સ અને અન્ય સમાન અસ્કયામતો જેવી સિક્યોરિટીઝ ખરીદવા માટે કેટલાક વ્યક્તિગત અને સંસ્થાકીય રોકાણકારો પાસેથી નાણાં ભેગા કરે છે.
એ.એમ.સી. ( AMCs ) પાસે રિટેલર પાસેથી આવેલ ઇન્વેસ્ટમેન્ટનું સંચાલન કરવા માટે ફંડ મેનેજર્સ હોય છે. મ્યુચ્યુઅલ ફંડ્સ ( Mutual Funds ) રોકાણકારોને તેમના રોકાણના જથ્થાને અનુરૂપ રોકાણ કરવામાં આવેલા ફંડના બદલામાં એકમો આપવામાં આવે છે. તેને ટુંકમાં NAV કહેવામાં આવે છે. રોકાણકારોને પ્રવર્તમાન નેટ એસેટ વેલ્યુ ( Net Asset Value – NAV ) પર જ ફંડ યુનિટ્સની ખરીદી કે રિડીમ કરવાની છુટ હોય છે.
Table of Contents
ઈક્વીટી મ્યુચ્યુઅલ ફંડ્સ । Equity Mutual Funds |
ડેબ્ટ મ્યુચ્યુઅલ ફંડ્સ । Debt Mutual Funds |
હાઈબ્રીડ મ્યુચ્યુઅલ ફંડ્સ । Hybrid Mutual Funds |
સોલ્યુશન લક્ષી ફંડ્સ । Solution Oriented Funds |
અન્ય મ્યુચ્યુઅલ ફંડ્સ । Other Mutual Funds |
Mutual Funds ( મ્યુચ્યુઅલ ફંડ્સ ) ની એન.એ.વી. ( NAV ) દરરોજ બદલાય છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા ( Securities And Exchange Board Of India -SEBI ) દ્વારા Mutual Fund ( મ્યુચ્યુઅલ ફંડ ) નું સારી રીતે નિયમન થાય છે. Mutual Funds ( મ્યુચ્યુઅલ ફંડ્સ ) માં રોકાણ કરવાનો નોંધપાત્ર ફાયદો એ છે કે રોકાણકારો ઓછા રોકાણ પર પણ તેમના પોર્ટફોલિયોમાં વિવિધતા લાવી શકે છે.
Types Of Mutual Funds । મ્યુચ્યુઅલ ફંડ્સના પ્રકારો ઉપરાંત આ પેજ પર આપણે Mutual Fund ( મ્યુચ્યુઅલ ફંડ ) ના અન્ય પાસાઓની પણ ચર્ચા કરી છે. જેમ કે કોણે કયા ફંડમાં રોકાણ કરવું જોઈએ, રોકાણ કરતા પહેલા વિચારણાના મુદ્દાઓ અને Mutual Funds ( મ્યુચ્યુઅલ ફંડ્સ ) પર લાગતા કરવેરાની પણ ચર્ચા કરીશુ.
Types Of Mutual Funds । મ્યુચ્યલ ફંડ્સના પ્રકારોને મુખ્ય ૫ (પાંચ) વર્ગોમા વિભાજીત કરી શકાય છે.
નીચે દર્શવ્યા મુજબના Types Of Mutual Funds । મ્યુચ્યુઅલ ફંડ્સના પ્રકારો । ઉપરાંત તેના અંતર્ગત વિવિધ પ્રકારો પાડી શકાય છે. તેના એક પછી એક Mutual Funds ( મ્યુચ્યુઅલ ફંડ્સ ) ને વિગતવાર આપણે સમજીશુ…
- ઈક્વીટી મ્યુચ્યુઅલ ફંડ્સ । Equity Mutual Funds
- ડેબ્ટ મ્યુચ્યુઅલ ફંડ્સ । Debt Mutual Funds
- હાઈબ્રીડ મ્યુચ્યુઅલ ફંડ્સ । Hybrid Mutual Funds
- સોલ્યુશન લક્ષી ફંડ્સ । Solution Oriented Funds
- અન્ય મ્યુચ્યુઅલ ફંડ્સ । Other Mutual Funds
સેબી । SEBI નું Mutual Funds મ્યુચ્યુઅલ ફંડ્સ સ્કીમ્સનું વર્ગીકરણ
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા ( સેબી ) એ ભારતના સિક્યોરિટીઝ માર્કેટનું નિયમન કરે છે. Types Of Mutual Funds ( મ્યુચ્યુઅલ ફંડ્સના વર્ગીકરણ ) અંગેના 2017ના પરિપત્રમાં સેબીએ તમામ વર્તમાન અને આગામી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સને ૫ ( પાંચ ) મુખ્ય જુથોમાં વર્ગીકૃત કર્યા છે. આ જુથોને અંતર્ગત બજારમાં ઉપલબ્ધ મ્યુચ્યુઅલ ફંડ્સ સ્કીમને અલગ-અલગ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે.
મિત્રો, આજે આપણે Types Of Mutual Funds ( મ્યુચ્યુઅલ ફંડના મુખ્ય પ્રકારો ) સમજ્યા જે હવે પછીના આર્ટીકલમાં ઈક્વીટી મ્યુચ્યુઅલ ફંડ્સની વિગતવાર માહિતી મેળવેશુ. ઈક્વીટી મ્યુચ્યુઅલ ફંડ્સ શું છે ? ઈક્વીટી મ્યુચ્યુઅલ ફંડ્સના પેટા પ્રકાર કેટલા છે ? ક્યા ફંડ્સમાં રોકાણ કરવુ હિતાવહ છે ? તેના માટે અમારી આગળની પોસ્ટ જરુર વાંચો…
મિત્રો, આ અમારો પ્રથમ આર્ટીકલ છે. હવે પછીના આર્ટીકલ્સમાં To The Point વાત કરવામાં આવશે. અમારી સાથે જોડાઈ રહેવા theindiansharemarket.in ( The India Share Market ) ની રોજ મુલાકાત લો.
Nice post